- કમલનાથની અભદ્ર ટિપ્પણી
- કમલનાથની અભદ્ર ટિપ્પણી પર ઇમરતી દેવીનો જવાબ
- કમલનાથને પાર્ટીમાંથી કાઢવા માગ
ભોપાલ: મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીને લઈને બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ગ્વાલિયર જિલ્લાના ડબરા વિધાનસભા પહોંચેલા કમલનાથે સુરેશ રાજેના સમર્થનમાં બેઠક યોજીને મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' કહ્યું હતું. જેના કારણે ઈમરતી દેવીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે કમલનાથને પાર્ટીમાંથી હટાવવાની માગ કરી છે.
પ્રધાન ઇમરતી દેવીએ માગણી કરી
ઇમરતી દેવીએ કહ્યું કે,જે લોકો મહિલા, એક નારીનું સન્માન નથી કરી શકતા એવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર નથી. ઇમરતી દેવીએ વધુમાં કહ્યું કે, "હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને માગ કરૂ છું કે કમલનાથને પાર્ટીમાંથી કાઢવામાં આવે." આ દરમિયાન તેમણે કહ્યું મધ્યપ્રદેશમાં એક મહિલાને શક્તિ રીતે ગણવામાં આવે છે. ઘરમાં મહિલાઓ લક્ષ્મી માનવામાં આવે છે અને કમલનાથે આજે સમગ્ર મધ્યપ્રદેશની લક્ષ્મીને ગોળો આપીને અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી મેં માગ કરી છે કે કમલનાથને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવે. આ સાથે તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી તમે પણ એક મહિલા છો એક માં છો, શું તમે આ સાંભળી શકશો ?કોઇ તમારી પુત્રી વિશે આવું કહે તો?
સિંધિયાએ આપ્યો વળતો જવાબ
આ સાથે જ રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના નિવેદનને ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આ કોંગ્રેસનો સિદ્ધાંત છે. અગાઉ, દિગ્વિજય સિંહે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજન વિશે કંઇક કહ્યું હતું, જે મને યાદ નથી, હવે કમલનાથે ભાજપના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' તરીકે ગણાવ્યા છે. જ્યારે અજયસિંહે તેમને 'જલેબી' કહ્યું હતું. કોંગ્રેસ ક્યારેય પણ મહિલાઓનું સન્માન નથી કરતી.
મુખ્યપ્રધાન શિવરાજ સિંહે કહ્યું- કમલનાથને શરમ આવવી જોઇએ