જયપુર: પ્રિયંકા ગાંધીએ 5 ઓગસ્ટના રોજ યોજાનારા શ્રી રામ મંદિર ભૂમિ પૂજનના કાર્યક્રમ અંગે નિવેદન આપ્યું હતું કે, ભગવાન રામની કૃપાથી આ કાર્યક્રમ રાષ્ટ્રિય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ બને અને છેલ્લે તેમણે જય સિયારામ પણ લખ્યું હતું.
રામ મંદિર ભૂમિ પૂજન અંગે પ્રિયંકા ગાંધીના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કટાક્ષ કર્યો - Priyanka Gandhi's statement
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું બુધવારના રોજ ભૂમિપૂજન થશે, પરંતુ તે પહેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અપાયેલા નિવેદનમાં ભાજપે કટાક્ષ કર્યો છે. જોધપુરના સાંસદ અને કેન્દ્રીય જળ ઉર્જા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું કે, ભગવાન રામને એક કાલ્પનિક કહેનારી કોંગ્રેસ દ્વારા રામ મંદિર ભૂમિ પૂજનને લઈને આપવામાં આવેલું નિવેદન ઐતિહાસિક યુ-ટર્ન છે.
રામ મંદિર ભૂમિ પૂજન અંગે પ્રિયંકા ગાંધીના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કટાક્ષ કર્યો
પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યા બાદ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, ભગવાન રામને એક કાલ્પનિક કહેનારી કોંગ્રેસ દ્વારા રામ મંદિર ભૂમિ પૂજનને લઈને આપેલું નિવેદન ઐતિહાસિક યુ-ટર્ન છે. કોંગ્રેસના આંશિક લોકશાહીમાં પણ આ યુ-ટર્ન હોવો જોઇએ.