તમને જણાવી દઇએ કે, આ બંન્ને બંગાળી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રીઓ છે. નુસરત જહાંના તાજેતરમાં જ લગ્ન થયા છે માટે તે લોકસભાના પહેલા અને બીજા દિવસે શપથ લઇ શક્યા ન હતા.
કંઇક આવા અંદાજમાં શપથ લેવા પહોંચ્યા નુસરત જહાં અને મીમી ચક્રવર્તી - loksabha 2019
નવી દિલ્હી: લોકસભા 2019માં ચૂંટાયેલી તૃણમૂલ કોંગ્રેસના સદસ્યો નુસરત જહાં અને મીમી ચક્રવર્તીએ મંગળવારે સાંસદ સભ્યોના પદના શપથ લીધા હતા.
oath
ઉલ્લેખનીય છે કે, મીમી પણ નુસરતના લગ્નમાં વ્યસ્ત હતા માટે તેમણે પણ શપથ લીધા ન હતા. લોકસભા સદનની કાર્યવાહીનો આરંભ મંગળવારે થયો હોવાથી નુસરત જહાં અને મીમી ચક્રવર્તીએ શપથ લીધા હતા.
નુસરત જહાંએ પશ્ચિમ બંગાળના બસીરહાટ અને મીમી ચક્રવર્તીએ જાધવપુર લોકસભા સીટ પરથી જીત મેળવી હતી.