ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખુલ્લામાં ઘઉંની લાખો બોરી પલળી, જવાબદાર કોણ...? - wheat

રેવાડીઃ બાવલ રોડ સ્થિત નવા શાકભાજી માર્કેટમાં હૈફેડ અને માર્કેટ કમિટી દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની સરકારી ખરીદી કરેલી લાખો બોરીઓ ખુલ્લા આકાશ નીચે તોફાન વચ્ચે વરસાદમાં પલળી ગઈ હતી.

wheat

By

Published : May 19, 2019, 1:55 PM IST

તો સાથે પલળી ગયેલું અનાજ થોડા દિવસોમાં સામાન્ય નાગરિક સુધી પહોંચશે. તમે સામાન્ય રીતે વિચારી શકો કે, ખરાબ અનાજ ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર પડી શકે છે.

મજૂરોએ જણાવ્યું કે, હૈફેડ અને માર્કેટ કમિટી તરફથી પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને કારણે અહીં કામ કરતા મજૂરો અને સામાન હેરફેર કરતા ટ્રક ચાલકોને પણ પીવાનું પાણી ખરીદીને પીવું પડે છે.

ખુલ્લામાં લાખોની ઘઉંની બોરી પલળી
હૈફેડ માર્કેટ ઇન્ચાર્જે કહ્યું કે, આ સમયે અપેક્ષા કરતાં વધુ ઘઉંની ખરીદીને લીધે અનાજ સંગ્રહવા માટે પૂરતા ગોડાઉન ન મળ્યા, જેને કારણે અનાજને ખુલ્લામાં રાખવું પડ્યું હતું. તે અનાજને વરસાદથી બચાવવા માટે પૂરતી સગવડો થઈ ન હતી. ઘણી વાર તેમણે અધિકારીઓને કહ્યું ,પરંતુ કોઈએ સાંભળ્યું નહીં જે કારણે અનાજ પલળવાથી ખરાબ થઈ રહ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details