ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી કેબીનેટમાં 51 કરોડપતિ, સૌથી ઉપર આ મહિલા પ્રધાનનું નામ​​​​​​​

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી બનેલી સરકારમાં 51 પ્રધાન કરોડપતિ છે. આમાંથી સૌથી વધારે અમીર શિરોમણિ અકાલી દળના હરસિમરત કૌર બાદલ છે. જેમની મિલકત 217 કરોડ રૂપિયા છે. રાષ્ટ્રીય ચૂંટણી વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે આ જાણકારી આપેલ છે.

હરસિમરત કૌર બાદલ

By

Published : Jun 1, 2019, 10:33 AM IST

હરસિમરત પછી મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ પીયૂષ ગોયલની મિલકત 95 કરોડ રૂપિયા છે. ગુરૂગ્રામથી ચૂંટાયેલા રાવ ઈન્દ્રજીત સિંહ ત્રીજા સૌથી ધનવાન પ્રધાન છે. તેમની મિલકત 42 કરોડ રૂપિયા જાહેર કરેલ છે. ચૌથા નંબર પર ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ છે, જેમની મિલકત 40 કરોડ રૂપિયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સૂચીમાં 46માં નંબર પર છે, જેમની પાસે બે કરોડ રૂપિયાની મિલકત છે. આસરે 10 પ્રધાનોની પાસે મોદીથી ઓછી મિલકત છે. જેમાં બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલ, મઘ્યપ્રદેશના મોરનિયાથી સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સામેલ છે. જેમની પાસે બે કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે.

મુજફ્ફરનગરના સાંસદ સંજીવ કુમાર બાલિયાન, અરૂણાચલ પશ્વિમથી સાંસદ કિરણ રિજૂજૂ અને ઉત્તરપ્રદેશના ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિની મિલકત આસરે એક કરોડ રૂપિયા જાહેર કરી છે.

જે પ્રધાન કરોડપતિ નથી, તેમાં બંગાળની રાયગંજના સાંસદ દેબાશ્રી ચૌધરી (61 લાખ), અસમના ડિબ્રૂગઢના સાંસદ રામેશ્વર તેલી (43 લાખ), કેરલથી સાંસદ વી. મુરલીધરન (27 લાખ), રાજસ્થાનના બાડમેરથી સાંસદ કૈલાશ ચૌધરી (24 લાખ) અને ઓડિશાના બાલાસોરથી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી (13 લાખ રૂપિયા) સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details