ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આકરા તડકામાં સાઈકલથી 1100 કિમીનું અંતર કાપી શ્રમિક પરિવાર ઘરે પહોંચ્યો

કોરોના વાઈરસના લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરો પોતાના ઘરે જવા માટે વિવિધ રસ્તાઓ અપનાવી રહ્યા છે. કેટલાંક લોકો હજારો કિલોમીટર ચાલીને ઘરની વાટ પકડે છે. તો કેટલાંક લોકો સાઈકલ ચલાવીને ઘરે જઈ રહ્યાં છે.

શ્રમિક પરિવાર
શ્રમિક પરિવાર

By

Published : May 17, 2020, 11:35 AM IST

ગાઝિયાબાદઃ લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે બીજી બાજુ સ્થળાંતર કરતાં મજૂરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં આ રોગચાળા ફેલાવાને કારણે તમામ કારખાનાઓ બંધ છે. આવી સ્થિતિમાં મજૂર વર્ગ સંપૂર્ણ બેરોજગાર બની ગયો છે. પરપ્રાંતિય મજૂરો મહાનગરોથી તેમના ગામોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેથી દરરોજ, પરપ્રાંતિય મજૂરોના સ્થળાંતર કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

કકડતા તાપમાં સાઈકલથી 1100 કિ.મી અંતર કાપી શ્રમિક પરિવાર ઘરે પહોંચ્યો
દિલ્હીના આઝાદપુરનો એક પરિવાર પોતાનો સમાન લઈને મુઝફ્ફરપુર તરફ જઈ રહ્યો હતો. પતિ રીક્ષા ચલાવતો હતો અને પત્ની પાછળ બે બાળકો સાથે બેઠી હતી. બંને બાળકોને કકડતા તાપથી બચવા માટે મહીલાએ બાળકોને પોતાના ખોળામાં છુપાવી દીધા હતા.

જ્યારે આ પરિવાર ગાઝિયાબાદ પહોંચ્યો ત્યારે ETV BHARATએ પરિવારના વડા બ્રિજેશ સાથે વાત કરી. રાતોરાત રિક્ષા ચલાવ્યા બાદ બ્રજેશ દિલ્હીના આઝાદપુરથી ગાઝિયાબાદ પહોંચ્યો હતો. રાતોરાત રીક્ષા ચલાવ્યા પછી આંખો નિસ્તેજ થઈ ગઈ. મુઝફ્ફરપુર દિલ્હીથી લગભગ 1100 કિ.મી દૂર છે.

ફક્ત બ્રિજેશ જ નહીં, આ વાર્તા હજારો લોકોની છે, જેઓ આ સંકટ સમયે કોઈ પણ કિંમતે ઘરે પહોંચવા તલપાપડ છે, તેમના જીવનને તેમની હથેળીમાં મૂકી દે છે.

ABOUT THE AUTHOR

...view details