ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ: ગ્રેટર નોઇડામાં કેમ્પસ ખોલશે માઇક્રોસોફ્ટ

વિદેશી રોકાણ આકર્ષિત કરવામાં ઉત્તર પ્રદેશ સરકારને મોટી સફળતા મળી છે. આઇટી કંપની માઇક્રોસૉફ્ટ સાથે ઉત્તરપ્રદેશ સરકાર વાતચીત કરી રહી છે. કંપનીએ ગ્રેટર નોઈડામાં 4000 કર્મચારીઓની ક્ષમતા ધરાવતું કેમ્પસ ખોલવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટ

By

Published : Jun 30, 2020, 10:00 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશ રોકાણનું હવે એક નવું સ્થળ બન્યું છે. અનેક વિદેશી કંપનીઓ ઉત્તર પ્રદેશ તરફ વળી રહી છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સૉફ્ટવેર જાયન્ટ માઇક્રોસૉફ્ટ હવે ગ્રેટર નોઇડામાં પોતાનું કેમ્પસ ખોલવા માંગે છે. માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે.

આ મામલે સિદ્ધાર્થનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે 'આ ઉત્તરપ્રદેશ સરકાર અને યુએસ વર્ચ્યુઅલ રોડ શોનું પરિણામ છે. ઉત્તરપ્રદેશ સરકાર સાથે માઇક્રોસૉફટ ઈન્ડિયાએ ગ્રેટર નોઇડામાં પોતાનું કેમ્પસ ખોલવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પ્રધાને કહ્યું કે હું માઈક્રોસોફટને ખાતરી આપું છું કે અમે રેડ કાર્પેટથી સ્વાગત કરીશું.

માઇક્રોસૉફ્ટ ઈન્ડિયા ઉત્તર પ્રદેશમાં પોતાનું કેમ્પસ ખોલવા જઈ રહ્યું છે. આ રોકાણ રાજ્યમાં થઈ રહેલા પ્રયાસોને વેગ આપશે. આ અંતર્ગત રાજ્યમાં 4,000 લોકોને રોજગાર મળશે.

માઇક્રોસૉફ્ટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કુમાર અને ઉત્તર પ્રદેશના એમએસએમઇ પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કરાર થયો હતો.

હાલમાં, માઇક્રોસૉફ્ટ કંપની દેશમાં બે મુખ્ય કેમ્પસ ધરાવે છે. તેમાંથી એક હૈદરાબાદ અને બીજું બેંગલુરુમાં છે. હૈદરાબાદ કેમ્પસમાં 5 હજાર લોકો માટે કામ કરવાની ક્ષમતા છે, જ્યારે બેંગલુરુ કેમ્પસમાં 2,000 લોકો માટે કામ કરવાની ક્ષમતા છે.

ABOUT THE AUTHOR

...view details