શ્રીનગરઃ ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત અર્ધસૈનિક બળોની 100 કંપનીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અર્ધસૈનિક બળને ઘટાડવા માટેનો પ્રસ્તાવ લાંબા સમયથી ચાલી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય દ્વારા એક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં લાંબા સમયથી સુરક્ષામાં લાગેલા અર્ધસૈનિક બળને ઓછો કરવાના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અઠવાડિયાથી જ સૈનિકોના બળને ઘટાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.