ભાજપ નેતા સબ્રમણ્યન સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ એક ફરિયાદ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમેઠીમાં અપક્ષ ઉમેદવારે રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ સવાલ ઉઠાવ્યો હતો.
બ્રિટિશ નાગરિકતા પર ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી - citizenship
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાને લઈ એક વાર ફરી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. જેને ધ્યાને લઈ ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે તથા આ અંગે જવાબ આપવા રાહુલ ગાંધીને કહેવાયું છે. તો આ બાજું કોંગ્રેસ પણ કહ્યું હતું રાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે.
ians
આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા સબ્રમણ્યન સ્વામીએ લખેલા પત્ર બાદ રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. આ પત્રમાં સ્વામીએ રાહુલ ગાંધી બ્રિટિશ નાગિરકતા ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.