ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સંકટ: લોકડાઉન 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું, ગૃહમંત્રાલયે જાહેર કરી નવી માર્ગદર્શિકા

કોરોના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન આપ્યું હતું. આ લોકડાઉન વધુ 1 મહિના માટે લંબાવી દીધું છે.

અમિત શાહ
અમિત શાહ

By

Published : May 30, 2020, 8:21 PM IST

નવી દિલ્હી: કોરોના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન આપ્યું હતું. આ લોકડાઉન વધુ 1 મહિના માટે લંબાવી દીધું છે. લોકડાઉનનો પાંચમો તબક્કો 30 જૂન સુધી અસરકારક રહેશે. જોકે, સરકારે લોકડાઉન 5.0 દરમિયાન ઘણી છૂટછાટની પણ જાહેરાત કરી છે. આ હેતુ માટે, ગૃહ મંત્રાલયે કન્ટેન્મેન્ટ ક્ષેત્રની બહારની તમામ પ્રવૃત્તિઓ ફરીથી ખોલવા માટે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આ છૂટછાટો અનેક તબક્કામાં આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકા મુજબ, ધાર્મિક સ્થળો અને જાહેર પૂજા સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ અને શૉપિંગ મૉલ ખોલવાની મંજૂરી 8 જૂન, 2020 થી પ્રથમ તબક્કાવારમાં આપવામાં આવી છે.

બીજા તબક્કામાં શાળાઓ, કૉલેજો, શૈક્ષણિક / તાલીમ / કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા પછી ખોલવામાં આવશે.

ત્રીજા તબક્કામાં, પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસની તારીખ, મેટ્રો રેલ, સિનેમા હોલ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક વગેરેની પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી નક્કી કરવામાં આવશે.

જરૂરી પ્રવૃત્તિઓ સિવાય, સમગ્ર દેશમાં સવારે 9 થી સાંજના 5 દરમિયાન વ્યક્તિઓની હિલચાલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.

કોરોના સંકટની વચ્ચે ચાલી રહેલા ચોથા તબક્કાનું લોકડાઉન રવિવાર (31 મે) ના રોજ સમાપ્ત થઇ રહ્યું છે. જો કે, તે દરમિયાન, સતત બીજા દિવસે સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકની અંદર 7,964 લોકોમાં કોરોના ચેપની પુષ્ટિ થઈ છે જ્યારે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ 265 દર્દીઓ પણ મૃત્યું પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details