નવી દિલ્હી: કર્ણાટકના ઐતિહાસિક શહેર મૈસુરમાં એક તબલીગી જમાત લોકડાઉન દરમિયાન મેવાતમાં ફસાયેલી હતી. જ્યાં જમાતને 28 દિવસથી ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી. જો કે, 28 દિવસ પછી પણ તેમને પરત જવાની મંજૂરી આપવામાં આવી નથી. જે કારણે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં(સંસર્ગ નિષેધ કેન્દ્ર)માં 48 દિવસ પસાર કરવા પડ્યા હતા. 48 દિવસ બાદ ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેમને વિશેષ ટ્રેન દ્વારા પોતાના વતન કર્ણાટક મોકલવામાં આવી રહ્યા છે.
મેવાતમાં ફસાયેલા તબલીગી જમાતના સભ્યો સ્પેશિયલ ટ્રેન દ્વારા કર્ણાટક જવા રવાના - સ્પેશિયલ ટ્રેન
મેવાતમાં ફસાયેલા તબલીગી જમાતનાં સભ્યો લાંબો સમય ક્વોરેન્ટાઈન કેન્દ્રમાં રહ્યા બાદ વિશેષ ટ્રેન દ્વારા કર્ણાટક જવા રવાના થયા હતા. તેમને 1લી એપ્રિલથી મેવાતમાં ક્વોરેન્ટાઈન સેન્ટરમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
જમાતના સભ્યોનો આરોપ છે કે, તેમને ઘરે મોકલવા સરકાર તરફથી કોઈ સહાય મળી નથી. તેથી તેઓ સ્વ ખર્ચે સ્પેશિયલ ટ્રેન દ્વારા ઘરે જવા રવાના થઈ રહ્યા છે. જમાતનાં સભ્ય મોહમ્મદ ઇબ્રાહિમ કહે છે કે, તેને 1 એપ્રિલથી મેવાતના સલ્હરી વિસ્તારમાં હતો. તેમની સાથે અન્ય 1500 જમાતના સભ્યોને વિવિધ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેમને વિશ્વાસ હતો કે, ક્વોરેન્ટાઈન પિરિયડ પૂરો કર્યા બાદ તેમને ઘરે મોકલવામાં આવશે. પરંતુ તેવું થયું નહીં.
જમાતના સભ્યોને 28 દિવસને બદલે 48 દિવસ બાદ ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા તેમના પરત જવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મેવાતના પ્રાદેશિક અધિકારીઓની મદદથી તેમણે તેમના સાથીદારો માટે સ્પેશિયલ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. જમાતના સભ્ય અબ્રાહમે જણાવ્યું કે, 17 મેના રોજ તેમને નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચવા માટે એક ખાનગી બસ ભાડે લીધી છે.