ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહેબૂબા મુફ્તીની પુત્રી પાસપોર્ટ પર માતાનું નામ બદલવા માગે છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની નાની પુત્રી ઈરતિકાએ તેના પાસપોર્ટમાં માતાનું નામ બદલવાની એક સૂચના પ્રકાશિત કરી છે.

મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તી

By

Published : Aug 23, 2020, 7:06 PM IST

શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (PDP) પ્રમુખ મહેબૂબા મુફ્તીની નાની પુત્રીએ તેના પાસપોર્ટમાં તેની માતાનું નામ બદલીને મહેબૂબા સૈયદ રાખવાની માગ કરી છે.

એક સ્થાનિક અખબારે ઇરતિકા જાવેદની આ નોટિસ પ્રકાશિત કરી છે, જેમાં લખેલું છે કે, 'હું, ઇરતિકા જાવેદ D/O જાવેદ ઇકબાલ શાહ નિવાસી ફેયરવ્યુ હાઉસ ગુપ્કર રોડ શ્રીનગર, કાશ્મીર 190001. તેના પાસપોર્ટમાં તેની માતાનું નામ મહેબૂબા મુફ્તીથી બદલીને મહેબૂબા સૈયદ કરવા માગુ છું.

નોટિસમાં લખેલું છે કે, "જો કોઈને આ વિશે કોઈ વાંધો છે તો કૃપા કરીને સાત દિવસની અવધિમાં સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. જે બાદ કંઇ સાંભળવામાં આવશે નહીં".

મહેબૂબા મુફ્તી અને તેમના પતિ સાથે નથી રહેતા. આ દંપતીને બે પુત્રીઓ છે - ઇલ્તિકા અને ઇરતિકા, જ્યારે મોટી પુત્રીએ મુફ્તિ અટક જ રાખી છે અને નાની પુત્રી તેના પિતાના વધારે નજીક છે.

મહેબૂબા હાલમાં તેમના સરકારી નિવાસસ્થાન પર નજરકેદ છે.જેને સ્થાઇ જેલ જાહેર કરવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરતા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચતા પહેલા ગયા વર્ષે ઓગસ્ટમાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details