ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહેબૂબાની 'મફત' સલાહ પર ગૌતમનો 'ગંભીર' જવાબ - Mehbooba Mufti

નવી દિલ્હી: પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ હાલાં ભાજપમાં જોડાયેલા ગૌતમ ગંભીરને પોતાના ટ્વીટમાં બ્લોક કરી દીધા છે. હાલમાં ગૌતમ ગંભીરે મહેબૂબા પર ટ્વીટર પર કાશ્મીર મુદ્દે નિશાન સાધ્યું હતું. આ વાતને લઈ બંને વચ્ચે સામ સામે ટક્કર થઈ ગઈ હતી.

design photo

By

Published : Apr 10, 2019, 3:01 PM IST

આપને જણાવી દઈએ કે, ભાજપે જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાની વાત કરી છે. જેને લઈ મહેબૂબાએ રાજ્યમાં હવે ભારતનું સંવિધાન પ્રભાવી નહીં હોય તથા ભારત જો તેને નહીં સમજે તો ગાયબ થઈ જશે તથા તેમની વાર્તા સમાપ્ત થઈ જશે. તેવું કહ્યું હતું. જેના જવાબમાં ગંભીરે કહ્યું હતું કે, આ ભારત છે તથા તમારા જેવો દાગ નથી કે ગાયબ થઈ જાય. તમારા વ્યક્તિત્વમાં સમજણની ખોટ છે.

જેને પર મહેબૂબાએ ફરી વાર પાછો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આશા રાખું છું કે, ભાજપમાં તમારી ઈનિંગ્સ ક્રિકેટની માફક ખરાબ નહીં થાય. તો ગંભીરે જવાબ આપ્યો કે, ઓહ...તો તમે મારા ટ્વીટર હેંડલને બ્લોક કરી દીધું છે, તમને મારા ટ્વીટનો જવાબ આપવામાં 10 કલાકનો સમય લાગ્યો અને આવી નીરસ તુલના કરી તમે, આટલા ધીમા. આ તમારા વ્યક્તિની ઊંડાઈ દર્શાવે છે.

આટલી ચર્ચા બાદ તો વધારે ગંભીરતા આવી ગઈ. મુફ્તીએ ગંભીરની માનસિક પરિસ્થિતિ પર સવાલ ઊભા કરી દીધા હતા. આપને જણાવી દઈએ કે, અગાઉ પણ ગંભીર અને અબ્દુલા વચ્ચે આવો ટકરાવ થઈ ગયો છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, મહેબૂબા વારંવાર 370 તથા 35-A ને લઈ અલગ અલગ પ્રકારના વિવાદીત નિવેદનો આપતા રહે છે.

ABOUT THE AUTHOR

...view details