નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર દિલ્હીના વરિષ્ઠ પોલીસ અઘિકારીઓ અને ટોચના ગૃહમંત્રાલાયના અધિકારીઓની સાથે સોમવાર રાત્રે બેઠક કરી હતી.
દિલ્હી હિંસા: ગૃહપ્રધાન અમિત શાહે મોડી રાત્રે ઉચ્ચસ્તરીય બેઠક કરી - caa
દિલ્હીમાં સતત આગચંપી, પથ્થરમારા અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ટોચના ગૃહમંત્રાલયની સાથે સોમવારે રાત્રે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, કાયદા વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની પાસે છે.
મળતી વિગતો પ્રમાણે, આ હિંસામાં 4 લોકાના મોત અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું. આ હિંસામાં કુલ 105 લોકો ઘાયલ થવાના સમાચાર છે. સોમવારે CAAનું સમર્થન અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યું હતા. તે દરમિયાન દિલ્હીમાં હિંસાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
નાગરિકતા સુધારા કાયદા (CAA) NRCના વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન થઇ રહ્યાં હતાં. તે દમરિયાન પથ્થરમારો અને ફાયરિંગની ઘટના સામે આવી હતી. સોમવાર બપોર બાદ CAAની વિરોધમાં ભીડમાંથી એક યુવકે CAAના સમર્થક પર બંદૂકથી ફાયરિંગ થયું હતું.