ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ, ગુજરાતમાં ખુશી મધ્યપ્રદેશમાં ભય, અંતે મેધા પાટકરના પારણાં

બડવાની: નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરે આખરે પોતાના ઉપવાસ સમેટી લીધા છે. મહત્વનું છે કે, નર્મદા બચાઓ આંદોલનના નેતા મેધા પાટકર 9 દિવસથી અનશન પર હતા અને ભોપાલથી આવેલા શરદચંદ બેહારના હાથેથી લીંબુ પાણી પીને પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો છે. મેધા પાટકરને ખાતરી આપતા શરદચંદ બેહારે જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બરે તમામ માંગણીઓ અને પૂર પીડિતોને લઇને એક બેઠક યોજાશે. જેમાં ડૂબમાં ગયેલા ગામ અને પીડિતો અંગે ચર્ચા થશે.

fjh

By

Published : Sep 3, 2019, 12:29 PM IST

Updated : Sep 3, 2019, 12:35 PM IST

આ પહેલા બડવાનીમાં પૂર્વ મુખ્ય સચિવ શરદચંદ બેહાર મેધા પાટકરને મળ્યા હતા અને ઉપવાસ તોડવાની અપીલ કરી હતી. બેહારે મુખ્યપ્રધાનનો સંદેશ વાંચીને મેધા પાટકરને સંભળાવ્યો હતો. આ અંગે બેહારે કહ્યું કે, "હું મુખ્યપ્રધાનનો સંદેશ લઈને આવ્યો છું. હું હનુમાનજીની ભૂમિકા નિભાવી રહ્યો છું. જો કે, મેધા પાટકરે પણ મુખ્યપ્રધાન કમલનાથ સાથે ફોન પર ચર્ચા થઇ છે એવી વાત કરી હતી. આ દરમિયાન કમલનાથે ઉપવાસ તોડવા વિનંતી કરી હતી અને ભોપાલ બોલાવીને ચર્ચા કરવાનું કહ્યું હતું.

નર્મદા ડેમની ઉંચાઈ વધવાથી મધ્યપ્રદેશના ગામો ડૂબમાં

નર્મદા બંધની ઉંચાઈ વધારવાથી મધ્યપ્રદેશના બડવાના જિલ્લા કેટલાક ગામમાં ડૂબમાં આવતા હતાં. ડૂબમાં આવેલા અનેક ગામ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મોટાભાગને ગામો ડૂબમાં નથી એવો દાવો કરાયો હતો. હવે જ્યારે સરદાર સરોવર 135 મીટર સુધી ભરાઈ ગયો છે, ત્યારે ડેમમાં રહેલું પાણી હવે બેક આવી રહ્યું છે. આ બેક વૉટરને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. હાલ કાંઠા વિસ્તારના મોટા ભાગમાં પૂર જેવી સ્થિતિ છે. જો હજુ પણ પાણી ભરાશે તો ગામડા ટાપુમાં ફેરવાઈ જશે.

સરદાર સરોવર ડેમ ભારાઈ જવાથી મધ્યપ્રદેશના મળવાડામાં ડેમનું બેક વૉટર કાંઠા વિસ્તારને છોડીને ગામડાઓમાં ઘુસી રહ્યું હતું. વર્ષ 2000માં અધિકારીઓએ ગામડાઓના 210 મકાનોનો સર્વે કરીને 67 મકાનોને ડૂબ ક્ષેત્રમાં માનીને તેનું મૂલ્યાંકન કર્યું હતું, જેનાથી કલમ 4 અને 9 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. આજે 19 વર્ષ બાદ પણ ગામલોકોને કોઇ પણ પ્રકારનો લાભ મળ્યો નથી. નર્મદાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે કાંઠા વિસ્તાર પર આવેલા ગામોમાં પાણી પ્રવેશી રહ્યું છે.

બીજી તરફ નર્મદાના આસપાસ વસેલા ગામો ડૂબથી બહાર છે. એવું કહી અધિકારીઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે. જ્યારે ગામમાં પૂરનાં પાણી વધવાને કારણે ગ્રામજનો ભયભીત છે. મહત્વનું છે કે, નર્મદા બચાવો આંદોલનના નેતા પાટકર અને સાથીઓ સાથે 25 ઓગસ્ટથી ભૂખ હડતાળ પર હતા. આ સમય દરમિયાન કલેકટર, એસપી અને લોકપ્રતિનિધિઓએ સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ માન્યા નહોતા.

Last Updated : Sep 3, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details