ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંવાદ બાદ ભારત-ચીન સરહદ પર શાંતિનો માહોલ: વિદેશ મંત્રાલય - Line of Actual Control

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, બંન્ને પક્ષ વાતચીત કરી રહ્યાં છે, અમે ચીનની સાથે લાગેલી સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ

By

Published : Jul 9, 2020, 10:55 PM IST

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખની પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, સૈન્યની પીછેહઠની પ્રક્રિયાને જોતા અધિકારીઓ તેમની બેઠકો ચાલુ રાખશે. મંત્રાલયે વધુમાં કહ્યું કે, તેઓને સંવાદ દ્વારા સરહદી ક્ષેત્રમાં શાંતિ અને મતભેદોનો ઉકેલ લાવવાનો વિશ્વાસ છે.

પૂર્વ લદ્દાખની પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિની સ્થિતિનું સખત રીતે પાલન કરવું જોઇએ, કારણ કે તે સરહદી વિસ્તારોમાં શાંતિ એ જ સ્થિરતાનો આધાર છે. ચીનના વિદેશ પ્રધાન સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ગલવાન ખીણમાં બનેલી ઘટના વિશે વસ્તૃત ચર્ચા કરી હતી.

વાતચીત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરહદ મામલે ભારતીય સૈનિકો હંમેશા જવાબદાર વલણ અપનાવે છે.

ABOUT THE AUTHOR

...view details