આપને જણાવી દઈએ કે, માયાવતી પર સાંપ્રદાયિકતા ભડકાવવાના આધારે તેમના પર ચૂંટણી પંચે 48 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો હતો. અદાલતે માયાવતીને કહ્યું હતું કે, જો તમે આ બાબતે વ્યથિત છો તો તમે અલગથી એક અરજી દાખલ કરો.
માયાવતીને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, પ્રતિબંધ ચાલું જ રહેશે - bsp
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે માયાવતીને મોટો ઝટકો આપ્યો છે. કારણ કે, માયાવતી પોતાના પર લાગેલા પ્રતિબંધની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી પણ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે તથા તેમના પર આ પ્રતિબંધ ચાલું જ રહેશે.
ians
અહીં એ પણ જણાવવું જરૂરી છે કે, ગત રોજ ચૂંટણી પંચે માયાવતી સહિત અન્ય ત્રણ નેતાઓ પર આંશિક પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં યોગી આદિત્યનાથ,આઝમ ખાન તથા મેનકા ગાંધી પર આંશિક પ્રતિબંધ લાગેલો છે.