ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી ઉચ્ચ જ્ઞાતિના હતા, રાજકીય લાભ માટે પછાત વર્ગમાં સામેલ થઈ ગયા: માયાવતી

લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ વડાપ્રધાન પર પ્રહારો કરતા કહ્યું કે, મોદી ઉચ્ચ જ્ઞાતિના હતા પણ રાજકીય લાભ ખાંટવા માટે થઈ તેઓ પછાત બની ગયા.

file

By

Published : Apr 28, 2019, 1:10 PM IST

માયાવતીએ કહ્યું હતું કે,મોદી જન્મથી જ મુલાયમ સિંહ યાદવ અખિલેશ યાદવની જેમ જન્મથી જ પછાત નથી.

માયાવતીએ કન્નોજમાં કહ્યું હતું કે, અમે પછાત છીએ એટલે અમને વિરોધીઓ નીચ સમજે છે. હવે તેમનું દલિત પછાત કાર્ડ કામમાં નહીં આવે.

માયાવતીએ વધુમાં આગળ કહ્યું કે, ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહી છે. આચાર સંહિતા લાગૂ હોવા છતાં પણ આજ સુધી કોઈ પણ પાર્ટીએ ઈડી તથા સીબીઆઈનો દુરઉપયોગ કર્યો નથી.

માયાવતીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ત્રણ તબક્કાની ચૂંટણી જોતા ગઠબંધન જીતી રહી હોવાનો માયાવતીએ દાવો કર્યો હતો. ભાજપ ખરાબ રીતે હારી રહી છે તેવું પણ કહ્યું હતું. ગઠબંધનને સારૂ એવું સમર્થન મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details