17 ઓબીસી જાતીઓ અનુસૂચિત જાતીમાં ઉમેરવાને માયાવતીએ ફક્ત વિશ્વાસઘાત ગણાવ્યો હતો. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, યોગી સરકારનો આ આદેશ ગેર કાયદાકીય અને ગેરબંધારણીય છે. જ્યારે સરકાર જાણે છે કે, 17 જાતીઓને અનુસૂચિત જાતીનો લાભ નથી મળી શકતો તો સરકાર આવો નિર્ણય કેવી રીતે કર્યો. તેમણે કહ્યું કે, યોગી સરકારનો આ નિર્ણય 17 OBC જાતીના લોકોની સાથે એક દગો છે. આ લોકોને કોઈ પણ શ્રેણીનો લાભ નથી મળવાનો.
17 ઓબીસી જાતીઓ અનુસૂચિત જાતીમાં ઉમેરવા પર માયાવતીએ કહ્યું, આ ફક્ત વિશ્વાસઘાત - uttar pradesh
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 17 પછાત જાતીઓ (OBC)ને અનુસૂચિત જાતીમાં (SC) સામેલ કરવાને લઈને BSP સુપ્રીમો માયાવતીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. યોગી સરકારનો આ આદેશ ગેર કાયદાકીય અને ગેરબંધારણીય છે.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, આ જાતીઓમાં બિંદ, નિષાદ, મલ્લાહ, કેવટ, કશ્પય, ભર, ધીવર, બાથમ, મછુઆ, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુહા અને ગૌડ, અને અન્ય પછાત જાતીઓ OBCમાં આવે છે.