લખનઉઃ માયાવતીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને આ માગ કરી હતી. આ પત્રમાંં તેમણે લખ્યું કે, દિલ્હીમાં વર્ષ 1984માં જે પ્રકારના રમખાણો થયા હતા, થોડા દિવસ પહેલા દિલ્હીમાં તેવા પ્રકારના રમખાણો થયા છે. આ રમખાણોમાં જાનમાલનું જંગી નુકસાન થયુ છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 39 લોકોના મુત્યુ થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. માયાવતીએ રાષ્ટ્રપતિને પત્ર લખી માગ કરી કે, આ તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ, જેથી તપાસનો સાચો અર્થ સમજી શકાય.