એક અહેવાલ પ્રમાણે, ચાર વખત ઉત્તર પ્રદેશના CM રહેલા માયાવતીએ પોતાની પ્રતિમાઓ પર 3.49 કરોડ રૂપિયા, ગુરુ કાંશીરામની પ્રતિમાઓ પર 3.77 રૂપિયા અને પોતાની પાર્ટીનું ચૂંટણી ચિન્હ હાથીની મૂર્તિઓ પર 52.02 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપક ગુપ્તાની બેંચે પોતાના અભિપ્રાયમાં કહ્યું હતું કે, મૂર્તિઓમાં ખર્ચ થયેલ પૈસા સરકારને પરત આપે.
મહાગઠબંધનમાં સાથી સમાજવાર્દી પાર્ટીએ BSPને પોતાની હાલ પર છોડી દીધી છે. સપાએ બચાવ કોઈ બચાવ કર્યો મથી. જેથી તેમની સમસ્યા વધી ગઇ છે. માયાવતી પર સરકારી પૈસાનો દુરપયોગ કરવાનો આરોપ લાગવતા રહેતા સપાના પ્રમુખ અખિલેશ યાદવની પાસે હવે કોઈ સવાલ નથી. અખિલેશે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ વિશે મેં કંઈ વાચ્યું નથી. બસપાના વકીલ આ મામલે કામ કરશે.
અગામી સુનાવણી 2 એપ્રિલ હાથ ધરવામાં આવશે. આ મુદ્દો હવે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીના ચિંતાનું કારણ બન્યો છે. કોર્ટના નિર્ણયથી અગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના સંભાવનાઓ પર અસર પડી શકે છે અને BJPને એકવાર ફરી દલિત નહીં પણ દોલતની બેટી કહેવાની તક મળશે. લખનઉ સ્થિત આંબેડકર પાર્કમાં હાથીઓની 152 મૂર્તિઓ છે, જ્યારે નોયડા વિસ્તારમાં આંબેડક પાર્ક 25 મૂર્તિઓ છે. માયાવતી પર સરકારી પૈસાનો દૂરપયોગ કરવા સિવાય સ્મારકોના ઠેકો આપવામાં ગડબડી કરવાનો આરોપ છે.
આ મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. અરજદાર રવિકાંતે કહ્યું કે, સત્તામાં રહેતા રાજકીય લાભ માટે સરાકારી પૈસાનો દૂરપયોગ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન રહેતા અખિલેશ યાદવના આદેશ પર લોકાયુક્ત તપાસમાં 1,400 કરોડ રૂપિયાનો કૌભાડનું અનુમાન લાગાવવામાં આવ્યું છે.