માયાવતીએ કહ્યું કે અમારે "અલી" પણ છે અને "બજરંગ બલી" પણ છે. અમારે બંને જોઇએ છે. વધુમાં તેને જણાવ્યું કે બજરંગ બલી દલિત છે, મેં તેની શોધ કરી નથી. પરંતુ ખુદ CM યોગીએ તેની શોધ કરી છે.
યોગીને માયાવતીનો સણસણતો જવાબ, કહ્યું-અલી અને બજરંગ બલી બંને જોઇએ છે - ATTACK
ન્યૂઝ ડેસ્ક: ઉતર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં "અલી" અને "બજરંગ બલી"ને લઇને હાલમાં રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઇને શનિવારે બસપા અધ્યક્ષ માયાવતીએ બુલંદશહરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતાં.
પ્રતિકાત્મક ફોટો
માયાવતીએ કહ્યું કે પરિણામ સારૂ મળવાનું છે. CM યોગીને અલીનો વોટ નહીં મળે. બંને વર્ગ કોંગ્રેસ અને ભાજપને છોડી ચૂક્યા છે. વધુમાં જણાવ્યું કે અમારો પક્ષ ધર્મ જાતિ પર વોટ નહીં માગતી આ કામ માત્ર ભાજપનું છે.