ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના 125 વર્ષ જૂના નર્મદા મંદિરમાં પ્રસાદમાં માસ્કનું વિતરણ - હોશંગાબાદ નર્મદા મંદિર

કોરોના મહામારીને કારણે, પૂજા અને ઉપાસનાની રીત પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હોશંગાબાદના પ્રખ્યાત 125 વર્ષ જૂના નર્મદા મંદિરમાં ભક્તોને પ્રસાદના રુપમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

masks-are-being-distributed-as-offerings-in-the-narmada-temple-in-hosnagabad
મધ્યપ્રદેશના 125 વર્ષ જૂના નર્મદા મંદિરમાં પ્રસાદમાં માસ્કનું વિતરણ

By

Published : Jun 19, 2020, 5:04 PM IST

મધ્યપ્રદેશઃ કોરોના મહામારીને કારણે, પૂજા અને ઉપાસનાની રીત પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હોશંગાબાદના પ્રખ્યાત 125 વર્ષ જૂના નર્મદા મંદિરમાં ભક્તોને પ્રસાદના રુપમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકોનું જીવન બદલાઈ ગયું છે. શ્રદ્ધા અને ભક્તિની પદ્ધતિ પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જેની અસર ભગવાનના ઘરે પણ દેખાય છે. હોશંગાબાદના પ્રખ્યાત નર્મદા મંદિરમાં, લોકો કોરોનાના ચેપથી બચી શકે તે માટે ભક્તોને પ્રસાદમાં માસ્ક વહેંચવામાં આવી રહ્યાં છે.

આબાદ જિલ્લામાં નર્મદાનું મંદિર આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ 125 વર્ષ જૂનું મંદિર હોશંગાબાદના સેઠાની ઘાટ પર સ્થિત છે. મંદિરની અંદર માઁ નર્મદાની આકર્ષક પ્રતિમા સ્થાપિત છે. ભક્તો સ્નાન કરે છે અને ધાર્મિક વિધિ કરે છે. જો કે, નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ છે. ભક્તો દ્વારા મંદિરમાં જ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

મધ્યપ્રદેશના 125 વર્ષ જૂના નર્મદા મંદિરમાં પ્રસાદમાં માસ્કનું વિતરણ

નર્મદા મંદિરના પંડિત ગોપાલ પ્રસાદ કહે છે કે, હાલના સંજોગો પ્રમાણે માસ્ક એ ઉત્તમ પ્રસાદ છે. લોકો પોતાને અને તેમના પરિવારની ખુશી, શાંતિ અને સમૃદ્ધિ માટે મંદિરમાં આવે છે. આ સમયે, જો તમે માસ્ક પહેર્યું છે, તો પછી તમે સુરક્ષિત છો. જેના કારણે ભગવાનની કૃપા પણ રહેશે.

તે જ સમયે, ભક્તો મંદિરમાંની આ પહેલની પ્રશંસા કરી રહ્યાં છે. કારણ કે, માસ્ક સામાન્ય લોકોની સલામતી અને જાગૃતિ માટે જરુરી છે. 8મી જૂનથી લોકડાઉન ખુલવાને કારણે અઢી મહિનાથી બંધ રહેલા ધાર્મિક સ્થળો ખુલ્યા છે. અહીં ભક્તોને પ્રસાદના રુપમાં આપવામાં આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details