ત્રિપુરામાં શુક્રમારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ વાવાઝોડાના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે જુરી અને કાકતી નદીના ધસમસતા પાણી મકાનોમાં ફરી વળ્યા છે. અતિવૃષ્ટીના કારણે 1200 જેટલા મકાનો પ્રભાવિત થયા છે. પાણીમાં ફસાયેલા લોકોને 9 સ્પીડ બૉટ અને 40 રેસ્ક્યુ બૉટ દ્વારા સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે. ત્રિપુરા સ્ટેટ રાઈફ્લસ અને સ્થાનિક લોકો રાહત કામગીરીમાં જોતરાયા છે. મેઘરાજાના પ્રકોપથી ઉનાકોટી અને ઉત્તરી ત્રિપુરાના 1000થી વધુ લોકો ઘરવિહોણા થયા છે.
ત્રિપુરામાં વરસાદ અને વાવાઝોડાથી 1000થી વધુ લોકો થયા ઘરવિહોણા, રાહત કામગીરી શરૂ - homeless
ન્યુઝ ડેસ્કઃ ત્રિપુરામાં સતત વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદના કારણે જુરી અને કાકતી નદી તોફાની બની છે. બંન્ને નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા હતા. જેના કારણે ઉત્તરી ત્રિપુરા અને ઉનાકોટી જિલ્લામાં પૂર જેવી સ્થિતી પેદા થઈ છે. બે જિલ્લાના 1000થી વધારે લોકો બેઘર બન્યા છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ મેઘતાંડવમાં 1039 ઘર સંપુર્ણ રીતે નષ્ટ થયા છે. અસરગ્રસ્તોને બચાવ છાવણીમાં ભોજન અને દવાઓની સેવા અપાઈ રહી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ સરત દાસે જણાવ્યું હતું કે, ઉત્તરી ત્રિપુરા, ઉનાકોટી અને ધલાઈ જિલ્લાના લોકોને વરસાદ અને વાવઝોડાથી મોટું નુકસાન થયુ છે. ઉલ્લેખનિય છે કે, ઉનાકોટી જિલ્લામાં શનિવારે મનુ નદીમાં પાણીનું સ્તર ભયજનક નિશાનથી ઉપર ગયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે પણ વરસાદ ચાલુ રહેશે. આ સ્થિતિ વચ્ચે પાણી ઉતરે તો સ્થિતિ પૂર્વવત્ થશે..