ગુજરાત

gujarat

આ દિવાળીએ રામ મંદિરના હકમાં આવશે નિર્ણયઃ મનોજ તિવારી

By

Published : Oct 19, 2019, 7:49 AM IST

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા તબક્કામાં છે. ભાજપથી લઈને કોંગ્રેસ સુધીના દરેક પક્ષે જીતવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. આ ઘડીમાં ભાજપના સ્ટાર પ્રચારક અને દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ યમુનાનગરમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.

ફાઈલ ફોટો

યમુનાનગરમાં મનોજ તિવારીની જનસભા

મનોજ તિવારીએ યમુનાનગરથી ભાજપના ઉમેદવાર ઘનશ્યામદાસ અરોરા અને જગાધરીથી ભાજપના ઉમેદવાર કંવરપાલ ગુર્જર માટે જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન મનોજ તિવારીએ ભોજપુરી ગીતો પણ ગાયા હતાં. જેની ધૂન પર લોકો હોંશે હોંશે ઝુમ્યા હતાં.

રામમંદિર પર મનોજ તિવારીનુ નિવેદન

મનોજ તિવારીએ કહ્યું હતું કે, 'ભાજપ જે કહે છે તે કરે છે. અમે કહ્યું હતું કે કલમ 370ને દૂર કરીશું અને અમે કરી બતાવ્યું. અમે કહ્યું કે POK આપણું થશે. રામ મંદિર પર નિર્ણય પણ જલદી લેવામાં આવશે. દિવાળી પર તમે બધા તૈયાર થઈ જાવ. આ દિવાળીએ રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવી શકે છે.

પુર્વ સરકાર પર મનોજ તિવારીએ સાધ્યુ નિશાન

મનોજ તિવારીએ ભૂતપૂર્વ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, અગાઉ પર્ચી અને ખર્ચી ચાલતી હતી. પરંતુ, મનોહર સરકાર આવી છે, ત્યારથી તેના પર પ્રતિબંધ લાગ્યો છે. હવે હરિયાણાના એજ્યુકેટેડ યુવાઓને માત્ર મેરિટના આધારે જ નોકરી મળે છે. સાથે જ તેમણે કહ્યું કે આ જ વિપક્ષ છે. જેણે સંસદમાં કલમ 370નો વિરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details