ગુજરાત

gujarat

ETV Bharat / bharat

થપ્પડ કાંડઃ મનોજ તિવારી સહિત BJP નેતાઓ વિરુદ્ધ કોર્ટ કરશે સુનાવણી - Gujarat

નવી દિલ્હીઃ 4 મે-ના રોજ મોતીનગર વિસ્તારમાં રોડ શો દરમિયાન CM કેજરીવાલને એક શખ્શે થપ્પડ મારી હતી. આ ઘટનાએ જોર પકડ્યું અને દિલ્હી પ્રદેશ BJP પ્રવક્તા હરીશ ખુરાનાએ એક ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં તેમણે એક વ્યક્તિને હુમલાખોર બતાવ્યો હતો.

tiwari

By

Published : May 15, 2019, 9:52 AM IST

હરીશ ખુરાનાએ જે વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી તે આમ આદમી પાર્ટીના જેજે કૉલોની વિંગનો અધ્યક્ષ હતો. મનોજ તિવારીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે શખ્શનો ફોટો જાહેર કર્યો હતો. તેને લઈને સુશીલ ચૌહાણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આ ઘટનામાં 'આપ' તરફથી ફાઇલ કરેલી અરજી રાઉઝ એવન્યુ કોર્ટ સાંભળવા માટે તૈયાર છે તેમજ કોર્ટે સુનાવણી માટે 30 મે-ની તારીખ આપી છે.

સુશીલ ચૌહાણ આ વાતથી ખુશ છે કે, જે રીતે તેમને બદનામ કરવામાં આવ્યા, તેને લઈ હવે કોર્ટ સુનાવણી કરશે. તેમનું કહેવું છે કે, તે બાદ તેમના જીવને હવે જોખમ છે. Etv Bharat સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, BJP નેતાઓએ જે રીતે મારી તસવીર વાયરલ કરી છે તેનાથી લોકોમાં એ મેસેજ ગયો છે કે મેં જ અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી હતી.

સુશીલ ચૌહાણે તેને લઈ પોલીસની સાથે-સાથે ચૂંટણી આયોગમાં પણ ફરિયાદ દાખલ કરી કે તેના જીવને જોખમ છે અને ઘણા ખોટા નંબરોમાંથી ફોન પણ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ચૂંટણીમાં કે પોલીસ દ્વારા આ બાબતે કોઈ સંમતિ નથી લીધી.

મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલને જે શખ્શે થપ્પડ મારી હતી તેમનું નામ સુરેશ ચૌહાણ હતું અને આમ આદમી પાર્ટીના જેજે કૉલોની વિંગના અધ્યક્ષનું નામ સુશીલ ચૌહાણ છે. તે દિવસે બંનેએ લાલ રંગના કપડા પહેર્યા હતા. હવે આ ઘટના કોર્ટની છે અને જોવાનું એ રહ્યું કે, 30 મેના રોજ કોર્ટ તેના પર શું સુનાવણી કરે છે.

ABOUT THE AUTHOR

...view details