ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ સાંસદ મનોજ તિવારીને મળી જાનથી મારી નાખવાની ધમકી - MESSAGE

ન્યૂ દિલ્હી: દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ રવિવારે કહ્યું કે તેને તેના મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

મનોજ તિવારીને મળી જાનથી મારી નાખવાની ધમકી

By

Published : Jun 23, 2019, 4:46 PM IST

દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને મેસેજ આવ્યો હતો. જેમાં તેમને મારી નાખવાની ધમકી મળી હતી. મેસેજ મોકલનારે કહ્યું કે તે મનોજ તિવારીને મારવા માટે મજબુર છે. તિવારીએ જણાવ્યું કે, શનિવારે 12 કલાકને 52 મિનિટ પર મને મેસેજ આવ્યો હતો' જે મેસેજમાં મોતની ધમકી મળી હતી. જેને લઇને મેં પોલિસને જાણ કરી દીધી છે.

ધમકી મળ્યા બાદની મનોજ તિવારીની પ્રતિક્રિયા

મેસેજમાં જણાવ્યાં અનુસાર, વ્યકિતએ કહ્યું કે તેણે પોતે મજબુરીથી તિવારીને મારવા માટેનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details