નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભાજપ કોગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ છે. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને મનીષ સિસોદીયા પોતાના પરિવાર સાથે વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યાં હતાં.
દિલ્હીનું દંગલ: કેજરીવાલ અને સિસોદીયાએ કર્યું મતદાન - દિલ્હી ચૂંટણી ન્યૂઝ
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. ભાજપ-કોગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ છે. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને મનીષ સિસોદીયાએ મતદાન કર્યું છે.
દિલ્હી
દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ રાજપુરા રોડ પરના વાહન વ્યવહાર વિભાગમાંં મતદાન કર્યું હતું. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ MCD સ્કૂલ પ્રતાપનગરમાં પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણીની પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.