ભાજપના સમર્થકોના જણાવ્યા અનુસાર જોઈએ તો સપા-બસપા ગઠબંધન ઉમેદવાર ચંદ્રભદ્ર સિંહ ઉર્ફ સોનું સિંહના સમર્થકોએ મેનકા ગાંધીના સમર્થકો સાથે અડધા ડઝનથી પણ વધારે લોકો સાથે મારપીટ કરી છે અને તેમની ગાડીને પણ નુકશાન પહોંચાડ્યું છે. ચંદ્રભદ્ર સિંહના સમર્થકોએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો રાતે લોકોમાં પૈસામાં વહેંચી રહ્યા હતાં.
મતદાન શરૂ થાય તે પહેલા જ મેનકા ગાંધીના સમર્થકો સાથે મારપીટ - fight
સુલ્તાનપુર: ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ અગાઉ શનિવાર રાતે સુલ્તાનપુરમાં કેન્દ્રીય પ્રધાન તથા ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીના સમર્થકો સાથે મારપીટ કરવામાં આવી છે.
ani
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, મેનકા ગાંધીના અમુક સમર્થકોને ઈજા થઈ છે તથા ઘાયલ લોકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ અંગે વધું તપાસ થઈ રહી છે.