ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જય શ્રીરામના નારા પર લાલઘૂમ થયા મમતા, 3ની ધરપકડ - shri ram slogan

ન્યૂઝ ડેસ્ક: પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જય શ્રીરામના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓ પર ભડકી ગયા હતાં. આ ઘટના બાદ ગુસ્સે થયેલા મમતાએ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

file

By

Published : May 5, 2019, 1:25 PM IST

આપને જણાવી દઈએ કે, મમતા બેનર્જી બંગાળના ચંદ્રકોણથી એક રેલીમાં જઈ રહ્યા હતાં. ત્યારે ત્યાં અચાનક અમુક ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને તેઓએ જય શ્રીરામના નારા લગાવા લાગ્યા હતાં.જેના કારણે નારા લગાવતા લોકો પર મમતા બેનર્જી ભડકી ગયા હતાં.

જોવા જઈએ તો બંગાળ ભાજપ યુનિટે ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, દીદી જય શ્રીરામના નારાથી આટલા નારાજ કેમ છે. તથા આ નારાઓને અભદ્ર કેમ ગણાવી રહ્યા છે.

આપ વિડીયોમાં જોઈ શકો છો બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્પષ્ટ રીતે જય શ્રીરામના નારા લગાવ્યા હતાં.જેને લઈ મમતા ભડકી ગયા હતા અને કારમાંથી ઉતરી ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details