આપને જણાવી દઈએ કે, ફાની તૂફાન ઓડિશાના પુરી તટ પર પહોંચ્યું ગયું છે. આ તોફાન ત્યાં 240થી 245 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.
ફાની વાવાઝોડાની અસર બંગાળમાં, મમતાએ તમામ રેલીઓ રદ કરી
ન્યૂઝ ડેસ્ક: ફાની તૂફાન પશ્ચિમ બંગાળ બાજુ આગળ વધતા રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યમાં તમામ રેલીઓ રદ કરી દીધી છે. મમતા બેનર્જી હાલ ખડગપુર કોસ્ટલ બેલ્ટ નજીક રહીને તમામ પરિસ્થિત પર નજર રાખી રહ્યા છે. એટલા માટે તેમણે તેમના આજ અને આવતી કાલ તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે.
ians
ઓડિશા બાદ આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ બાજુ આગળ વધે તેવી સંભાવના છે.પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ભારે હવા ચાલી રહી છે તથા વરસાદ થઈ રહ્યો છે. આ તોફાનને ધ્યાને રાખી મમતા બેનર્જીએ 48 કલાક માટે તમામ રેલી રદ કરી નાખી છે.