ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની ધરપકડ, ભારતમાં કરી રહ્યા હતા ઘુસણખોરી

નવી દિલ્હીઃ માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબની ભારતીય ગુપ્તચર એજન્સીએ ધરપકડ કરી છે. અહમદ અદીબ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી રહ્યા હતાં. ગુપ્તચર એજન્સીએ આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.

માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની ધરપકડ, ભારતમાં ઘુસણખોરીનો  આરોપ

By

Published : Aug 1, 2019, 6:57 PM IST

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબની ધરપકડ કરી છે. અહમદ પર કાયદાની વિરુદ્વમાં ભારતમાં પ્રવેશ મેળવવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના તામિલનાડુના તૂતીકોરિન દરિયાઈકાંઠાની છે. જ્યાંથી અહમદ અદીબે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો.

આ મામલામાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમનારે કહ્યુ હતું કે, " અમે રિપોર્ટની હકીકત તપાસવાની કોશિશ કરી રહ્યા છે. અમે માલદીવ સરકારનો સંપર્ક કરીશુ અને રિપોર્ટ અંગેની સત્યતા તપાસીશું. અહમદ અદીબ ઉપર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની હત્યાના કાવતરામાં દોષી ઠેરવવામાં આવ્યા હતાં. ત્યારબાદ આ કેસમાં તેમને દોષમુક્ત કરાયા હતાં.

સૌજન્યઃ ANI

મળતી માહિતી પ્રમાણે,મોંગોલિયન રાષ્ટ્રધ્વજ ધરાવતું ટગબોટ 29 જુલાઈએ માલદીવથી નીકળી તામિલનાડુના થૂથુકુડી કિનારે પહોંચી હતી. આ બોટમાં અહમદ નદીબ ઉપરાંત નવ કામદારો, આઠ ઈન્ડોનેશિયાના નાગરિકો અને એક ભારતીય નાગરીક હતા. જેમાં અહમદ અદીબ પોતાની ઓળખ છુપાવીને ભારતમાં ઘુસવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં તેઓ કોસ્ટગાર્ડની કસ્ટડીમાં છે. તેમની પૂછપરછમાં આઈ.બી, ઉપરાંત સી.આઈ.ડી તેમજ લોકલ પોલીસ પણ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સી એ દિશામાં તપાસ કરી રહી છે કે, અદીબ ભારતમાં આશરો લેવાની પેરવીમાં હતા કે કેમ ?

ABOUT THE AUTHOR

...view details