ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તણાવ વચ્ચે મલાલા મેદાનમાં, કહ્યું- એકસાથે રહી ભારત-પાક. સંઘર્ષ ખતમ કરે

પુલવામામાં હુમલા બાદ દેશમાં તણાવની સ્થિતિ છે, ત્યારે હવે પાકિસ્તાનની એક્ટીવિસ્ટ અને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફાઈએ બંને દેશના વડાપ્રધાનને વિનંતી કરી છે કે, વર્તમાન સમયમાં ચાલી રહેલો સંધર્ષ બંને દેશ ખતમ કરે અને એકસાથે રહી દેશને સારૂ નેતૃત્વ આપે.

By

Published : Mar 2, 2019, 5:13 PM IST

સૌ. ટ્વિટર

મલાલાએ એક ટ્વીટ કર્યું કે, "પ્રતિશોધ અને બદલો ક્યારેય કોઈ યોગ્ય ઉકેલ નથી અને વિશ્વ એક અન્ય યુદ્ધ ઇચ્છતું નથી. હું એક નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે અને પાકિસ્તાનના નાગરિક અને વિદ્યાર્થી તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવથી દુઃખી છું."

મલાલાએ આગળ લખ્યું કે, "હું આ તણાવથી બંને બાજુ રહેનારા લોકો માટે ચિંતિત છું." યુદ્ધની ભયાનકતાની દરેકને ખબર છે. બદલો લેવો એ કોઈ પરિસ્થિતિનો ઉકેલ નથી. યુદ્ધના કારણે આજે લાખો લોકો પિડાઈ રહ્યાં છે. જેથી બંને દેશના લોકો વધુ એક યુદ્ધ ઇચ્છતા નથી."

મલાલાએ લખ્યું કે, "હું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહું છું કે, આ મુશ્કેલીભર્યા સમયમાં તમે દેશને સાચું નેતૃત્વ આપો. એકસાથે આવો અને વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરો. લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીરના મુદ્દાને હું પણ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વાત કરું. ભારત-પાકિસ્તાન બંને વાતચીતથી ઉકેલ લાવે અને જાનમાલનું નુકશાન અટકાવે."

ABOUT THE AUTHOR

...view details