જમ્મુ કાશ્મીર : પાકિસ્તાન આર્મીએ શુક્રવારે રાત્રે જમ્મુ કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય ચોકીઓ એને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને શેલ ફાયર કર્યા હતા.જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાં છે. મળતી માહિતી અનુસાર ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ દઇ રહી છે.
નાપાક પાકે જમ્મુમાં કર્યુ ફાયરિંગ, એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત - પૂંછના ગુલપુર સેક્ટરમાં ફાયરિંગ
પાકિસ્તાન આર્મીએ શુક્રવારે રાત્રે જમ્મુ કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય ચોકીઓ એને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને સેલ ફાયર કર્યા હતા. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાં છે.
જમ્મુ-કાશ્મીર
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 9:20 વાગ્યે પાકિસ્તાની સૈનિકોએ નાના હથિયારોથી એલઓસી પર પૂંછના ગુલપુર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ એલઓસી પર કરમારા સેક્ટરમાં પણ ભારે ગોળીબાર કર્યો હતો.