ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર: અતિતના અસ્તિત્વમાં ગાંધી આશ્રમ બનેલી જગ્યા આજે પણ હયાત છે !

સિવાન: બિહારની ધરતીથી દેશને અનેક વિભૂતિઓ મળી છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ સિવાન જિલ્લામાં જ થયો છે. આ ઉપરાંત મૌલાના મજહરૂલ હક જેવી હસ્તીઓ પણ સિવાનમાં જ જન્મી છે.

mahatma gandhi janm jayanti

By

Published : Sep 19, 2019, 4:55 PM IST

સિવાનની ધરતીનું મહત્વ જ એટલુ ખાસ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ આ જિલ્લામાં અનેક વખત આવી ચૂક્યા છે. બાપૂએ 1927માં સ્વતંત્રતા આંદોલન સંગ્રામને વધારે અસરકાર બનાવવા માટે બિહાર તરફ પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન મહાત્મા ગાંધી સિવાનમાં આવ્યા હતા.

18 જાન્યુઆરી 1927માં ગાંધીએ મૈરવામાં એક સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં લગભગ 30 હજાર લોકો એકઠા થયા હતા. બાપૂએ અહીં ઘૂંઘટમાં આવેલી મહિલાઓને ખાદી ખરીદવાની અપિલ કરી હતી. બાદમાં ફરી એક વાર 1930માં પણ સિવાનના મૈરવા પહોંચ્યા હતા ગાંધી. આ એ દિવસો હતા જ્યારે આઝાદીનું આંદોલન તેની ચરમસીમાંએ હતું.

1930 સુધીમાં તો મહાત્મા ગાંધીના એક અવાજે હજારો લોકો આઝાદીની જંગમાં ઝંપલાવવા કૂદી પડ્યા હતા. નાના નાના ટેણીઓ પણ અસહયોગ આંદોલનમાં જોડાયા હતા. આ તમામની વચ્ચે અમુક ઉત્સાહી યુવકોએ મૈરવામાં પોલીસ ચોકીઓ, પોસ્ટ ઓફિસો તથા રેલવે સ્ટેશનને આગ લગાવી દીધી હતી. આ હુમલાઓ ઘણા અસરકારક રહ્યા હતા.

મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ અને ભારત છોડો આંદોલન દરમિયાન મૈરવા નૌતન પર સભાને સંબોધન કરી હતી. બાપૂએ અહીં નશા મુક્ત વાતાવરણની અપિલ કરતા સૌને તમાકુની ડબીઓ ફેંકી દીધી હતી. ત્યાર બાદ સ્વતંત્રતા સંગ્રામની ચિંગારી વધુ ભભૂકવા લાગી હતી. અહીં બાપૂની સાથે કસ્તૂરબા પણ આવ્યા હતા.

અતિતના અસ્તિત્વમાં ગાંધી આશ્રમ બનેલી જગ્યા આજે પણ હયાત છે

મહાત્મા ગાંધીએ જે જગ્યાએ પર સત્યાગ્રહનું રણશિંગૂ ફૂક્યું હતું ત્યાં ચૌધરી હાશિમ રાહગીરે ગાંધી આશ્રમ બનાવ્યો છે. આ જગ્યા પર એક ચબૂતરો પણ બનાવ્યો છે. ચબૂતરાની બાજૂમાં જ એક ઓરડો આવેલો છે, જેને માટે થઈને ચૌધરી હાશિમ રાહગીરના દાદાએ દાનમાં આપી દીધો હતો. અહીંયા ગાંધીજી રોકાતા હતા.

આ એજ જગ્યા છે જ્યાં ગાંધીજી બેસી અંગ્રેજોની કાળા શાસનની વિરુદ્ધ ખાસ રણનીતિ બનાવતા હતા. આ જગ્યાને તે સમયે ગાંધી આશ્રમ કહેવાતો હતો. આ જગ્યા પર હાલ એક શાળા ચાલું છે. એવું કહેવાય છે કે, અહીંના ચબૂતરાની બાજુમાંથી વહેતી નદીમાં ગાંધીના અસ્થિનો અમુક ભાગ વિસર્જન કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details