મુંબઇઃ મહારાષ્ટ્રમાં રવિવારના રોજ કોરોના વાઇરસના નવા 221 કેસ સામે આવ્યા બાગ તેનાથી સંક્રમણ લોકોની સંખ્યા 1982 થઇ છે. સ્વાસ્થ વિભાગના અધિકારીએ જાણકારી આપી કે રવિવારના રોજ રાજ્યમાં 22 લોકોના મોત થયા છે, ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 149 થઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને પહોચી 1982 પર, 149 લોકોના મોત - કોરોના સંક્રમિતો
ભારતમા કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં 9100થી પણ વધારો લોકો કોરોનાથી સંક્રમિત છે. કુલ સંક્રમિતોમાંથી 2000 જેટલા તો ફક્ત મહારાષ્ટ્રમાં જ છે. મહારાષ્ટ્ર સાથે દિલ્લી, તમિલનાડુ અને રાજસ્થાન કોરોના વાઇરસના કારણે સૌથી વધારે પ્રભાવિત છે.
મુંબઇમાં સૌથી વધારે 16 લોકોના મોત થયા છે, જ્યારે પુણેમાં 3, નવી મુંબઇમાં 2 અને સોલાપુરમાં એક દર્દીએ દમ તોડ્યો છે. જ્યારે મૃત્યુ પામનાર લોકોમાં 9 મહિલાઓ છે. અધિકારીએ કહ્યું કે, 22 મૃત્યું પામનાર લોકોમાં 15 લોકો 40થી 60 વર્ષ વચ્ચેના હતા, જ્યારે 6 લોકો 60 વર્ષથી વધારે ઉમર હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળતા આંકડા પ્રમાણે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ સામે આવ્યા છે. જ્યારે દેશભરમાં કોરોના સંક્રમણના કારણે 35 લોકના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા 9152 પર પહોચી છે અને મરનાર લોકોની સંખ્યા 308 થઇ છે. જ્યારે 7987 લોકોની સારવાર ચાલી રહી છે અને 854ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.