ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંતની આત્મહત્યાની તપાસ મહારાષ્ટ્ર સરકાર કરશે: ગૃહપ્રધાન દેશમુખ - sushant singh rajput death

બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે નવો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યાં આત્મહત્યાની વાત સામે આવી છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં તેના ડિપ્રેશનનો શિકાર બનવાની વાત પણ કહેવામાં આવી રહી છે. હવે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે, ડિપ્રેશનના એંગલથી પણ તપાસ થવી જોઇએ. તેમણે ટ્વીટ કર્યું છે કે મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરશે.

સુશાંતની આત્મહત્યાની તપાસ મહારાષ્ટ્ર સરકાર કરશે: ગૃહ પ્રધાન દેશમુખ
સુશાંતની આત્મહત્યાની તપાસ મહારાષ્ટ્ર સરકાર કરશે: ગૃહ પ્રધાન દેશમુખ

By

Published : Jun 16, 2020, 4:32 PM IST

મુંબઇ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમાં છે. સુશાંતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરે ફાંસી લગાવી લીધી હતી. જોકે હજુ સુધી તેનું કારણ સ્પષ્ટ થયું નથી કે આખરે સુશાંતે આવું શા માટે કર્યું. હવે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ માટે મોટો નિર્ણય કર્યો છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ઠ છે કે તેણે ખુદ ફાંસી લગાવી હતી. એવામાં હવે બધા તેના કારણ પર વાત કરી રહ્યા છે કે આખરે સુશાંતે આવું શા માટે કર્યું.

સુશાંતની આત્મહત્યાની તપાસ મહારાષ્ટ્ર સરકાર કરશે: ગૃહ પ્રધાન દેશમુખ

બીજી બાજુ ઘણાં લોકો પ્રોફેશનલ કારણોની વાત કરી રહ્યા છે તો કોઈ તેની લવ લાઇફ પર સવાલ ઉભા કરી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કલાકારોની એ વાતને ધ્યાનમાં રાખતા સુશાંત સિંહ રાજપૂતની પોલીસ તપાસ આગળ વધારવાના આદેશ આપ્યા છે અને દરેક મુદ્દાની ઝીણવટથી તપાસ કરવાની વાત કહી છે.

મહારાષ્ટ્ર ગૃહ પ્રધાને કહ્યું કે, ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતને ખુદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે મીડિયામાં ચાલી રહેલ રિપોર્ટ અનુસાર તે પોતાના કામને લઈને ગંભીર ડીપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. માટે મુંબઈ પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે.’

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટેલિવિઝન વિશ્વનો ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો. 2008થી 2011ની વચ્ચે, તેણે “કિસ દેશ મેં હૈ મેરા દિલ, જરા નચકે દિખા, ઝલક દિખલા જા” અને સૌથી પ્રખ્યાત ટીવી શો “પવિત્ર રિશ્તા ” માં કામ કર્યું. પછી તે ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યો હતો અને ફિલ્મોમાં તેને તક મળી હતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. એક્ટરના 15 જૂને વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તે દરમિયાન સુશાંતના પિતા, ભાઈ અને ત્રણ બહેન હાજર હતી. સુશાંતને ઘણી બોલિવુડ હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સુશાંતના અંતિમ સંસ્કારમાં રાજકુમાર રાવ, ક્રિસ્ટલ ડિસૂઝા, વિવેક ઓબેરોય, પૂજા ચોપડા, શ્રદ્ધા કપૂર અને રણદીપ હુડ્ડા હાજર રહ્યાં હતા. આ ઉફરાંત ઉદિત નારાયણ, વરૂણ શર્મા, તાહિર રાજ ભસિન, તુષાર પાંડે, પ્રતિક બબ્બર, કૃતિ સેનન જેવા સ્ટાર પર હાજર રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details