પૂના: ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ મહારાષ્ટ્રના ઉત્તરી કોંકણ વિસ્તાર સહિત મુંબઈ અને થાણેમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યમાં હજુ ભારે વરસાદ છે. આ બંન્ને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગણામાં મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઉત્તરી કોંકણ સહિત મુંબઈમાં રેડ એલર્ટ જાહેર મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ગામો પાણીમાં ગરકાવ થયા છે. સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલની પાસે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે.
પૂનામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત વરસાદ અને પૂરને કારણે કુલ 25 લોકોના મોત થયા છે. તો કર્ણાટકમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ભારે વરસાદના કારણે એક દિવાલ ઘરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા છે. એસપીએ કહ્યું કે, સોલાપુર ગ્રામીણ પોલીસે દુર્ઘટનામાં મોતનો ગુનો નોંધી કેસ દાખલ કર્યો છે.
આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ભારે વરસાદથી લાખો લોકો પાણીમાં ફસાયા છે. જેને બહાર કાઢવા માટે એનડીઆરએફે કહ્યું કે, તેમને હૈદરાબાદ અને રંગારેડ્ડી જિલ્લામાંથી હજારો લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. હજુ પણ બચાવ અભિયાન શરૂ છે.