બિહાર: ભાજપના ધારાસભ્ય અને સુશાંતસિંહ રાજપૂતના પિતરાઇ ભાઇ નીરજ કુમાર બબલુએ મહારાષ્ટ્ર પોલીસ અને સરકારને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર સુશાંતના મામલાને વધુ જટિલ બનાવવા માંગતી હતી, પરંતુ હવે સીબીઆઈની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
#Sushant: સુશાંતના પિતરાઇ ભાઇ નીરજસિંહે સંજય રાઉતનાં નિવેદનને ભ્રામક ગણાવ્યું, જાણો શું કહ્યું? - ઇડી
સુશાંતસિંહ રાજપૂતનાં પિતરાઇ ભાઇ નીરજ કુમાર બબલુએ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ પર આ કેસને જટિલ બનાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે શિવસેનાના નેતા સંજય રાઉતના દાવાને પણ ફગાવી દીધો છે.
તાજેતરમાં જ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, સુશાંતસિંહ રાજપૂત અને પિતા કે.કે સિંહ વચ્ચેના સંબંધો બહુ સારા નહોતા. સંજય રાઉતે મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં આ દાવો કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે આપેલા એક નિવેદનમાં સુશાંતસિંહ રાજપૂતનો પોતાના પિતા સાથેનો સંબંધ સારો નહોતો, આ વાતને નીરજ કુમાર બબલુએ ભ્રામક ગણાવી હતી. ધારાસભ્યએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ બંને મળીને ઉશ્કેરણીજનક નિવેદન આપી રહ્યાં છે.
ભાજપના ધારાસભ્ય નીરજ બબલુ મધેપુરાના આલમનગરમાં એક સભા ભવનનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા, ત્યાં તેમણે જણાવ્યું કે, બિહાર સરકાર દ્વારા સીબીઆઈ તપાસ કરાવવાનો નિર્ણય યોગ્ય છે. રિયા અને તેમના ભાઇ પર સુશાંત પાસેથી કરોડો રૂપિયા લીધા હોવાના આરોપમાં તેમની સામે એફઆઈઆર નોંધાઈ છે. જેની તપાસ ચાલી રહી છે. ઇડીની સાથે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. સુશાંતને ચોક્કસ ન્યાય મળશે.