મુંબઈઃ મહારાષ્ટ્રમાં તમામ સરકારી શાળાઓમાં મરાઠી ભાષાને અનિવાર્ય કરવાના મુદ્દાને લઈ શિવસેનાના નેતા સુભાષ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા આગામી વિધાનસભા સત્રમાં એક બિલ પસાર કરવામાં આવશે. જે બિલ અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં મરાઠી ભાષા અનિવાર્ય રહેશે.'
મહારાષ્ટ્રની સરકારી શાળામાં મરાઠી ભાષાને મહત્વ, પ્રાથના બાદ બંધારણીય પ્રતિજ્ઞા વાંચવી અનિવાર્ય - maharastra
મહારાષ્ટ્રમાં તમામ સરકારી શાળાઓમાં મરાઠી ભાષાને અનિવાર્ય કરવાના મુદ્દાને લઈ શિવસેનાના નેતા સુભાષ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વિધાનસભા સત્રમાં એક બિલ લાવવાની વાત કરી છે. જે અંતગર્ત તમામ સરકારી શાળાઓમાં મરાઠી ભાષા અનિવાર્ય રહેશે.
મહારાષ્ટ્ર
આ સાથે જ મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે. 26મી જાન્યુઆરી બાદ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રાર્થના બાદ બંધારણની પ્રસ્તાવના (રાષ્ટ્રીય પ્રતિજ્ઞા) વાંચવી અનિવાર્ય રહેશે.