ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAB: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- 'અમુક વાતો સ્પષ્ટ થયા બાદ બિલને સમર્થન કરીશ' - નાગરિકતા સંશોધન બિલ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સંશોધન બિલ પર નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોઇ સ્થિતિ સાફ નથી થઇ જતી, ત્યાં સુધી હું આ બિલનું સમર્થન નહીં કરૂ.

CAB પર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન કહ્યું અમુજ વાતો સ્પષ્ટ થયા બાદ જ બીલનું સમર્થન કરીશ
CAB પર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન કહ્યું અમુજ વાતો સ્પષ્ટ થયા બાદ જ બીલનું સમર્થન કરીશ

By

Published : Dec 10, 2019, 6:38 PM IST

Updated : Dec 10, 2019, 6:45 PM IST

CM ઠાકરેએ કહ્યું કે, જો આ બિલથી દેશમાં કોઇ પણ નાગરિકમાં ડર છે. તેમની શંકાઓને દુર કરવામાં આવે. તેમણે કહ્યું કે, આ તમામ અમારા દેશના નાગરિક છે અને તેમના પ્રશ્નોના જવાબ આપવા જોઇએ.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આગળ કહ્યું કે, કોઇ વાતનો વિરોધ કરનાર વ્યક્તિ દેશદ્રોહી નથી હોતો. તેમણે વધુમાં કહ્યું કે, અમે આ બિલમાં અમુક બદલાવ કરવા માટે કહ્યું છે. ઠાકરેએ કહ્યું કે, ફક્ત ભાજપને જ દેશની ચિંતા છે. આ વાત ખોટી છે.

Last Updated : Dec 10, 2019, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details