ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ કોન્સ્ટેબલ શિવમૂરત અને તેના પરિજનોએ આપી પ્રતિક્રિયા

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મહારાજગંજ જિલ્લામાં ઘાયલ સૈનિક શિવમૂરતના પરિવારજનોએ કહ્યું કે, કાનપુર હિંસામાં શહીદ થયેલા પોલીસ જવાનોને હવે સાચી શ્રદ્ધાંજલિ મળી છે.

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મહારાજગંજ જિલ્લામાં કોન્સ્ટેબલ શિવમૂરત અને તેના પરિજનોએ આપી પ્રતિક્રિયા
વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મહારાજગંજ જિલ્લામાં કોન્સ્ટેબલ શિવમૂરત અને તેના પરિજનોએ આપી પ્રતિક્રિયા

By

Published : Jul 10, 2020, 10:26 PM IST

મહારાજગંજ: કાનપુર હિંસાના મુખ્ય આરોપી વિકાસ દુબેની શુક્રવારના રોજ સવારે એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. 2 જુલાઈના રોજ રાત્રે થયેલી હિંસામાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા અને અન્ય પોલીસ જવાન ઘાયલ થયા હતા. જેમાં મહારાજગંજ જિલ્લામાં સૈનિક શિવમૂરત પણ હતા. જેઓ હિંસામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ સૈનિક શિવમૂરત અને તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. શિવ મુરતના પરિવારજનોએ કહ્યું કે, આજે કાનપુર હિંસામાં શહીદ થયેલા પોલીસ કર્મીઓને સાચી શ્રદ્ધાંજલિ મળી છે. શિવમુરતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગેંગસ્ટર વિકાસ દુબેની એન્કાઉન્ટર બાદ દરેક પોલીસ કર્મચારી રાહત અનુભવે છે અને સામાન્ય નાગરિકોમાં પોલીસ પર વિશ્વાસ વધ્યો છે.

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મહારાજગંજ જિલ્લામાં કોન્સ્ટેબલ શિવમૂરત અને તેના પરિજનોએ આપી પ્રતિક્રિયા

કાનપુર એન્કાઉન્ટર પછીથી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી વિકાસ દુબેને ગુરુવારે પોલીસે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ધરપકડ કરી હતી. યુપી એસટીએફ વિકાસ દુબેને ઉજ્જૈનથી યુપી લાવી રહી હતી. આ દરમિયાન એસટીએફનું વાહન પલટી ખાઈ ગયું હતું અને વિકાસ દુબે પોલીસની પિસ્તોલ લઇને ભાગવા લાગ્યો હતો. પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેને સરંડર કરવાની અપીલ કરી હતી. પરંતુ આ દરમિયાન વિકાસ દુબેએ પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. પોલીસની જવાબી કાર્યવાહીમાં ત્રણ ગોળીથી વિકાસ દુબે ઘાયલ થયો હતો. જેને STF ટીમે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details