હૈદરાબાદ : મહાલયના પ્રારંભ સાથે વિશ્વભરના બંગાળીઓ દેવી દુર્ગા ધરતી પર પધારે તેની રાહ જોવા લાગે છે. મહાલય એટલે પિતૃ પક્ષનો અંત. આ શુભ દિવસ સાથે જ દેવી પક્ષની શરૂઆત થાય છે, જે હિન્દુ પરંપરા પ્રમાણે પવિત્ર ગણાય છે.
અહીં એ નોંધવું જોઈએ કે રામાયણમાં વાલ્મિકીએ નોંધ્યું છે કે દેવી દુર્ગા કસમયે પૃથ્વી પર આવી ગયા હતા. રાવણ સામે યુદ્ધની જાહેરાત કરતાં પહેલાં શ્રી રામચંદ્રે દેવીના આશીર્વાદ માટે તેમને આહ્વાન કર્યું હતું. તેથી જ આ દિવસને અકલ બોધન એટલે કે દેવી દુર્ગાની સર્વોચ્ચ આરાધના કહેવામાં આવે છે.
આ પવિત્ર દિવસે પશ્ચિમ બંગાળના હિન્દુઓ ગંગા નદીના કિનારે જઈને પિતૃઓને અર્ધ્ય અર્પણ કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે પિતૃઓ ભૂખ્યા અને તરસ્યા થાય છે. તેમને ભોજન અને પાણી આપવાથી તેઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. પશ્ચિમ બંગાળમાં મહાલયના દિવસે વહેલી સવારથી માનવ મહેરામણ ઉમટી પડે છે અને નદીમાં ડુબકી મારીને અર્ધ્ય આપે છે.
બીજા કારણસર પણ બંગાલીઓ માટે મહાલયનું મોટું માહાત્મ્ય છે. બીરેન્દ્ર કૃષ્ણા ભદ્ર નામના માણસના ભક્તિમય અવાજમાં તે આવે છે. તેઓ માત્ર નાટકના દિગ્દર્શક જ નથી, પરંતુ રેડિયો બ્રોડકાસ્ટર, અભિનેતા અને ઉદધોષક પણ છે. 1931માં તેની શરૂઆત થઈ હતી. આકાશવાણી પર વિશેષ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેનું નામ હતું 'મહિષાસુરમર્દિની', તેમાં શ્રી શ્રી ચંડીમાંથી અડધો કલાકના પાઠ રેડિયો પર રજૂ કરવામાં આવ્યા હતા. તે પાઠ રજૂ કરીને દંતકથા સ્વરૂપ બની ગયા બીરેન્દ્ર કૃષ્ણા ભદ્ર.
તે રેડિયો કાર્યક્રમમાં ભક્તિ ગીતો હતા, ચિંતનાત્મક નાટ્યાત્મક પ્રસંગો હતા અને શાસ્ત્રીય સંગીત પણ હતી. જાણીતા કલાકારોએ તેની રજૂઆત કરી હતી. છેલ્લા 35 વર્ષોથી રોજ વહેલી સવારે ચાર વાગ્યે જીવંત ઓરક્રેસ્ટા સાથે 'મહિષાસુરમર્દિની' આકાશવાણી પણ રજૂ થાય છે. તેની શરૂઆત થઈ તેના 90 વર્ષ પછી 'મહિષાસુરમર્દિની' કાર્યક્રમ અને ખાસ કરીને બીરેન્દ્ર કૃષ્ણા ભદ્રે રજૂ કરેલો ચંડીપાઠ આજેય બંગાળીઓ માટે યાદગાર બની રહ્યો છે.