ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગડચિરોલીમાં CRPF જવાને આત્મહત્યા કરી - આત્મહત્યા

ગડચિરોલીમાં એક CRPF જવાને તેની સર્વિસ રાઈફલ વડે આત્મહત્યા કરી હતી. રવિવારે બપોરે 2:30 કલાકે પોતાની ઈંસાસ રાઈફલ વડે છાતીમાં ગોળી મારી CRPF જવાને આપધાત કર્યો હતો.

Gadchiroli
ઇંસાસ રાઇફલ

By

Published : Apr 27, 2020, 8:22 AM IST

મહારાષ્ટ્ર: ગડચિરોલીના ભામરાગ તાલુકામાં 30 વર્ષીય CRPF જવાને રવિવારે પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરાખંડના રહેવાસી દિપક કુમાર તરીકે બટાલિયન નંબર 37 સાથે જોડાયેલો હતો.

આ અંગે મહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, દિપક કુમારે બપોરે 2:30 કલાકે પોતાની ઈંસાસ રાઈફલ વડે છાતીમાં ગોળી મારી હતી. સ્થળ પરથી મળેલી એક સુસાઈડ નોટમાં સ્વાસ્થ્ય અને કુટુંબના પ્રશ્નોને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગડચિરોલીના સાવરગાંવમાં પુનાના એક CRPF સબ ઈન્સ્પેક્ટરે પણ આત્મહત્યા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details