પુણેઃમહારાષ્ટ્રમાં કોરોના વાઇરસએ ભીષણ તબાહી મચાવી છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 8 લોકોના મોત થયા છે. આ સાથે પુણેમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 16 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં કુલ 1078 કોરોના પીડિતોની સંખ્યા છે અને અહીં 117 નવા મામલા સામે આવ્યા છે. તો સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, નવા મામલામાં 72 માત્ર મુંબઈમાં છે. રાજ્યમાં સંક્રમણથી કુલ મૃતકોની સંખ્યા 72 થઈ ગઈ છે.