મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના શાહપુર જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષના વૃદ્ધને દોરડાથી બાંધીને રાખવામાં આવ્યા છે. કારણકે તેમની પાસે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે રૂપિયા નથી. દર્દીની દીકરીએ જણાવ્યું કે, તેમની પાસે જેટલા રૂપિયા હતા તેમણે પહેલાં જ હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. હવે વધારે રૂપિયા જમા નહીં કરી શકવાને કારણે હોસ્પિટલે તેમને બંધક બનાવ્યા છે.
મધ્યપ્રદેશ: ખાનગી હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી ઘટના, 80 વર્ષના વૃદ્ધને બંધક બનાવ્યા
મધ્યપ્રદેશના શાહપુર જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષના વૃદ્ધને દોરડાથી બાંધીને રાખવામાં આવ્યા છે. કારણકે તેમની પાસે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે રૂપિયા નથી. દર્દીની દીકરીએ જણાવ્યું કે, તેમની પાસે જેટલા રૂપિયા હતા તેમણે પહેલાં જ હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. હવે વધારે રૂપિયા જમા નહીં કરી શકવાને કારણે હોસ્પિટલે તેમને બંધક બનાવ્યા છે.
શાહપુરા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ખાનગી હોસ્પિટમાં 80 વર્ષના વૃદ્ધને એટલા માટે દોરડાથી બાંધીને રાખવામાં આવ્યા કારણકે, તેમની પાસે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે રૂપિયા નહતા. દર્દી અને તેમની દીકરી છેલ્લા પાંચ દિવસથી પરેશાન થઈ રહ્યા છે પરંતુ તેમની તકલીફ સાંભળનારું કોઈ નથી.
દર્દીની દીકરીએ જણાવ્યું કે, તેમની પાસે જેટલા રૂપિયા હતા તેમણે પહેલાં જ હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. હવે વધારે રૂપિયા જમા નહીં કરી શકાવાને કારણે હોસ્પિટલે તેમને બંધક બનાવ્યા છે. હોસ્પિટલનું તંત્ર તેના પિતાને ડિસ્ચાર્જ નથી કરી રહ્યું અને દર્દીને પાંચ દિવસથી ભોજન પણ નથી આપવામાં આવ્યું. હોસ્પિટલના અન્ય દર્દીઓ પણ વૃદ્ધની તકલીફને યોગ્ય ગણાવી રહ્યા છે.