ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલઃ પૂર્વ ધારાસભ્ય અને કલેક્ટર વચ્ચે મારામારી, CAA સમર્થકોને થપ્પડ માર્યા - Former MLA

ભોપાલ (મધ્ય પ્રદેશ): નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ તેના સમર્થનમાં પણ પ્રદર્શન ચાલી રહ્યા છે. મધ્ય પ્રદેશનાં રાજગઢમાં CAAના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીએ ડેપ્યૂટી કલેક્ટર સાથે મારામારી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રશાસન પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયત્ન કરી રહ્યું હતુ અને પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવવામાં આવી રહ્યા હતા.

Madhya Pradesh
મધ્યપ્રદેશ

By

Published : Jan 19, 2020, 11:48 PM IST

આ દરમિયાન ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્મા એક પ્રદર્શનકારીને થપ્પડ મારવા લાગ્યા હતા. ત્યારે કોઈ પ્રદર્શનકારીએ ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્માનાં વાળ ખેંચ્યા હતા. આ ઘટના પર રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, ‘આજના દિવસને લોકશાહીનાં સૌથી કાળા દિવસમાં ગણવામાં આવશે. આજે રાજગઢમાં ડેપ્યૂટી કલેક્ટર સાહિબાએ CAAનું સમર્થન કરી રહેલા કાર્યકર્તાઓને ફટકાર લગાવી, ઘસેડ્યા અને થપ્પડ માર્યા, તેની નિંદા હું શબ્દોમાં ના કરી શકુ. શું તેમને પ્રદર્શનકારીઓને મારવાનો આદેશ મળ્યો હતો?’

દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધ પ્રદર્શનની વચ્ચે મધ્ય પ્રદેશ સરકાર સ્પષ્ટ કરી ચુકી છે કે, તે આ કાયદાનો વિરોધ કરશે. વિરોધમાં મુખ્ય પ્રધાન કમલનાથ અને સરકારનાં તમામ પ્રધાનો તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી પણ કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાનનું નાગરિકતા સંશોધન કાયદા પર સત્તાવાર નિવેદન આવ્યું હતુ જેમાં તેમણે કહ્યું હતું કે, આ બિલને સંસદમાં લાવતા પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને ભરોસામાં લીધા નહતા. તેમનું કહેવું હતુ કે, આટલા સંવેદનશીલ મુદ્દા પર કેન્દ્ર સરકારની જિદનાં કારણે સ્થિતિ કાબૂ બહાર છે અને આ કારણે કાયદાને લઇને કોંગ્રેસનું સ્ટેન્ડ છે એ જ મધ્ય પ્રદેશ સરકારનું છે.

ABOUT THE AUTHOR

...view details