ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બન્યા પછી સતત કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસને આજે વધુ એક ઝટકો લાગ્યો છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વધુ એક MLAનું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી શક્યતા - મધ્યપ્રદેશ કોંગ્રેસ
મધ્યપ્રદેશ કોંગ્રેસની સ્થિતિ એક સાધે ત્યાં તેર તુટે તેવી થઈ છે. સરકાર પડી ગયા પછી પણ કોંગ્રેસના ધારાસભ્ય તુટી રહ્યા છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. જે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વધુ એક MLAનું રાજીનામું, ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
ખંડવા જિલ્લાના માધાંતા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય નારાયણસિંહ પટેલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. નારાયણસિંહે પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માને રાજીનામું આપ્યુ હતું. રાજકીય પંડિતોનું માનવું છે કે, નારાયણસિંહ ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. સિંધિયા સમર્થક ધારાસભ્યો સહિત અત્યાર સુધીમાં કોંગ્રેસના 27 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડ્યો છે.