ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાઈકોર્ટે હાથરસ કેસમાં યોગી સરકાર સહિત તમામ પક્ષોને નોટિસ ફટકારી - હાથરસ કેસ

હાથરસ સામૂહિક દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટેની લખનઉ ખંડપીઠે યોગી સરકાર સહિત તમામ પક્ષોને નોટિસ ફટકારી છે.

હાથરસ કેસ
હાથરસ કેસ

By

Published : Oct 2, 2020, 7:59 AM IST

લખનઉ: હાથરસ સામૂહિક દુષકર્મ કેસમાં હાઇકોર્ટેની લખનઉ ખંડપીઠે યોગી સરકાર સહિત તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. હાઇકોર્ટે 12 ઓક્ટોબર સુધી ACS હોમ, DGP, ADG પાસેથી આ કેસ અંગે જવાબ માંગ્યો છે.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 14 સપ્ટેમ્બરે એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો આ સાથે તેની હત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેને અલીગઢની જે.એન.મેડિકલ કોલેજથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં મંગળવારે સવારે તેમનું મોત થયું હતું.

હાથરસ ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના મૃતદેહન મોડી રાત્રે ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તાર ગામે પહોંચ્યો હતો. પરિવારે વહીવટને વિનંતી કરી હતી કે તેનો રાત્રે અંતિમ સંસ્કાર ન કરવામાં આવે. પીડિતાની માતા રડતી રહી, પરંતુ વહીવટ સહમત ન થયો અને વહિવટીતંત્ર દ્વારા પરિવારના સભ્યોની સંમતિ વિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ યુવતીને બાગલા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને અલીગઢની જે.એન.મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી. મંગળવારે સવારે તેનું સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details