પબ્લિક સેક્ટરની ખનીજતેલની કંપની દ્વારા રાંધણગેસના ભાવમાં વધારો કર્યો છે. જે દિલ્હી અને મુંબઇમાં લાગુ થયો છે. જેના કારણે આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.
એવામાં LPG સિલેન્ડરના ભાવોમાં 28 પૈસાનો વધારો કર્યો છે. તો સબ્સિડી વગરના સિલિન્ડરો પર રૂપિયા 6નો વધારો કર્યો છે. રાંધણ ગેસમાં થયેલો ભાવ વધારો 1લી મેથી લાગૂ થશે. જે એક મહિના માટે લાગૂ કરવામાં આવ્યો છે. જેને પગલે દિલ્હીના રહેવાસીઓને સબ્સિડી વાળા રાંધણગેસના સિલિન્ડરો માટે 496.14 રૂપિયા ચૂકવવાના થશે.
જો કે આ અંગે એક્ક્ષપર્ટનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય લેવલે ક્રુડઓઇલના ભાવોમાં વધારો થવાના કારણે, તથા માર્કેટમાં રૂપિયો નબળો પડવાના કારણે રાંધણ ગેસના ભાવોમાં વધારો થયો છે.
દિલ્હીમાં સબ્સિડી સાથે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં 28 પૈસાનો વધારો થવા પામ્યો છે. જ્યારે મુંબઇમાં LPG સિલિન્ડરોના ભાવમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે.
જણાવી દઇએ કે 1લી એપ્રિલથી રાંધણ ગેસના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો. ઑઇલ માર્કેટીંગ કંપનીઓ (IOC, BPCL, HPCL)એ સબ્સિડી વિનાના સિલિન્ડરો પર રૂપિયા 5નો વધારો કર્યો હતો. જ્યારે સબ્સિડી વાળા સિલિન્ડરો પર 25 પૈસાનો વધારો કર્યો હતો.